ગણના

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36


પ્રકરણ 23

બલામે બાલાકને કહ્યું, “અહીં માંરે માંટે સાત વેદીઓ બાંધો અને સાદ બળદ તથા સાત નર ઘેટા મને લાવી આપો.”
2 બાલાકે બલામની સૂચનાઓ પ્રમાંણે કર્યુ, અને તેણે અને બલામે દરેક વેદી પર એક વળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી.
3 બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.
4 ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”
5 પછી યહોવાએ બલામને શું કહેવું તે જણાવ્યું, અને કહ્યું, “તું પાછો બાલાક પાસે જા અને માંરા કહ્યાં પ્રમાંણે તેને કહેજે.”
6 બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો.
7 બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, “આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.”
8 જેને દેવ શ્રાપ ન આપતો હોય તેને હું શી રીતે શ્રાપ આપું? દેવ જેનું ભૂડું ઈચ્છતો નથી તેનું ભૂંડું હું શી રીતે ઈચ્છું?
9 હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું, એ પ્રજા એકલી રહે છે, તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.
10 ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે! ગણ્યા ગણાય નહિ તેટલા છે. માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ. ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”
11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.”
12 પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”
13 ત્યાર પછી બાલાકે તેમને કહ્યું, “માંરી સાથે બીજી જગ્યાએ આવો, ત્યાંથી તમે ઇસ્રાએલી પ્રજાને જોઈ શકો. તમે ફકત એક ભાગને જ જોઈ શકશો, કદાચ તે જગ્યાએથી તમે તેઓને માંરા માંટે શ્રાપિત કરી શકો.”
14 એમ કહીને રાજા બાલાક બલામને પિસ્ગાહ પર્વતની ટોચે આવેલા ચોકીના મેદાનમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને પ્રત્યેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપ્યું.
15 બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”
16 યહોવા બલામને મળવા આવ્યા અને બલામે શું કહેવું તે યહોવાએ તેને જણાવ્યું.
17 આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”
18 એટલે બલામે જવાબ આપ્યો:“બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ. હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.
19 દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.
20 હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે. દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.
21 દેવે યાકૂબના લોકોમાં કઈ જ ખોટું ન જોયું. દેવે ઇસ્રાએલના લોકોમાં કોઈ પાપ જોયું ન હતું. તેઓના દેવ યહોવા તેમની સાથે છે; તેઓની વચ્ચે તેનો જયજયકાર રાજાની જેમ થાય છે.
22 એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.
23 ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી. કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી. ઇસ્રાએલ વિષે લોકો કહેશે; ‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’
24 એ પ્રજા તો સિંહની જેમ છલાંગ માંરવાને તાકી રહી છે; એ શિકારને ફાડી ખાધા વિના અને તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”
25 પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.”
26 બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”
27 પછી રાજા બાલાકે બલામને કહ્યું, “ચાલ, હું તને બીજી કોઈ એક જગ્યાએ લી જાઉ, કદાચ દેવ પ્રસન્ન થાય અને ત્યાંથી તને માંરા તરફથી તેમને શ્રાપ આપવા દે.”
28 તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું.
29 પછી બલામે બાલાકને કહ્યું, “તું મને સાત વેદી બાંધી આપ અને સાત બળદ અને સાત ઘેટાં બલિદાન માંટે લઈ આવ.”
30 બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું.