પુનર્નિયમ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34


પ્રકરણ 30

“મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો.
2 અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો.
3 તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે.
4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે.
5 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે.
6 તમાંરા દેવ યહોવા તમાંરાં તથા તમાંરાં સંતાનોનાં હદય પરિવર્તન કરશે, જેથી તમે તેને પૂર્ણ હૃદય અને આત્માંથી પ્રેમ કરો અને જેથી તમે જીવતા રહેશો.
7 “ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે.
8 અને તમે ફરીથી તેને આધિન થશો અને આજે હું તમને તેની જે આજ્ઞાઓ જણાવું છું તેનું ફરીથી પાલન કરશો,
9 તેથી તમાંરા યહોવા દેવ તમે જે કોઈ કામ કરશો તેમાં તમને સફળતા આપશે, અને તમને ઘણાં સંતાનો, પુષ્કળ ઢોરઢાંખર તથા ઉત્તમ પાકની ઉપજ આપશે. યહોવા તમાંરા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તમાંરા પર પણ ફરી પ્રસન્ન થશે અને તમાંરું કલ્યાણ કરશે;
10 પણ તમાંરે તેને કાળજીપૂર્વક સાંભળવો જ. આ નિયમના પુસ્તકમાં તમાંરા દેવે લખેલી આજ્ઞાઓ અને નિયમો પાળો. અને તેની તરફ પૂર્ણ હદય અને આત્માંથી પાછા ફરો ત્યારે તે બહું પ્રસન્ન થશે.
11 “હું આજે તમને જે આજ્ઞાઓ જણાવું છું તે તમાંરી શકિત બહારની નથી, તેમ તમાંરાથી છેક દૂરની પણ નથી.
12 આ નિયમો આકાશમાં ઉંચે નથી કે તમે કહો કે, ‘કોણ એટલું ઉપર જશે અને આપણા માંટે તે લાવશે, કે જેથી આપણે તે સાંભળી તેનું પાલન કરીએ.’
13 તેમ એ દરિયાપાર પણ નથી કે તમને એવું થાય કે, ‘દરિયાપાર જઈને કોણ અમાંરે માંટે એ લઈ આવે? અને અમને જણાવે, જેથી અમે તેનું પાલન કરી શકીએ?’
14 પરંતુ તે તો છેક તમાંરી નજીક છે, તમાંરે હોઠે અને હૈયે છે, તેથી તમે તેમને આધિન થાઓ.
15 “જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું.
16 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો.
17 પરંતુ જો તમાંરા હૃદય યહોવાથી વિમુખ થઈ જાય અને તમે તેની અવજ્ઞા કરો અને તેનું ન સાંભળો, અને અન્ય દેવોની તમે સેવા પૂજા કરવા માંટે દોરવાઈ જાઓ,
18 તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”
19 “આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો.
20 તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખજો; તેમને આધિન રહો, અને તેમને કદી છોડી દેશો નહિ, કારણ કે યહોવા તમાંરું જીવન છે. અને તે તમને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપેલા વચન પ્રમાંણે આપેલા દેશમાં દીર્ધાયુ પ્રદાન કરશે.”