1 રાજઓ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


પ્રકરણ 11

મિસરના ફારુનની પુત્રી સહિત અન્ય દેશોની ધણી સ્ત્રીઓને સુલેમાંન ચાહતો હતો તેમાં મોઆબની, આમ્મોનની, અદોમની, સિદોનની અને હિત્તીની સ્રીઓનો સમાંવેશ થતો હતો.
2 આ પ્રજાઓ માંટે યહોવાએ પોતાના લોકોને સ્પષ્ટ ફરમાંન આપેલું હતું કે, તેઓમાંની સ્રીઓ સાથે લગ્ન ન કરવાં, એ સ્રીઓ પોતાના પતિઓને બીજા દેવોને પૂજતાં કરી દેશે. આમ છતાં સુલેમાંન આ સ્ત્રીઓને ચાહતો હતો.
3 તેને 700 રાજવંશની રાણીઓ હતી અને 300 ઉપપત્ની હતી; જેઓએ તેને દેવથી વિમુખ કરી દીધો હતો.
4 તેની વૃદ્વાવસ્થામાં તે તેના પિતા દાઉદ જેવો નહોતો જેણે યહોવા પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. તેને બદલે તેની પાસે તેની પત્નીઓએ પોતાના દેવોની પૂજા કરાવડાવી.
5 તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પૂજવા લાગ્યો.
6 આ રીતે સુલેમાંને યહોવાની દૃષ્ટિમાં અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, અને પિતા દાઉદની જેમ યહોવાને હૃદયપૂર્વક અનુસર્યા નહિ.
7 એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું.
8 એ જ રીતે તેણે જુદા જુદા દેશની બધી પોતાની રાણીઓ માંટે મંદિરો બંધાવ્યાં અને તેઓએ ત્યાં પોતાના દેવોને ધૂપ અર્પણ કર્યુ અને યજ્ઞો કર્યા,
9 તેને લીધે યહોવા સુલેમાંન પર ખૂબ ગુસ્સે થયો. કારણકે યહોવાએ તેને બે વખત દર્શન આપ્યાં છતાં સુલેમાંને યહોવાથી મોઢું ફેરવી લીધું હતું.
10 અને તેને અન્ય દેવની પૂજા ન કરવાની ચેતવણી આપી હતી આમ છતાં તેણે યહોવાના હુકમનો અનાદર કર્યો.
11 તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ.
12 તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આમ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ;
13 તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.”
14 ત્યારબાદ યહોવાએ સુલેમાંનની સામે, એક શત્રુ ઊભો કર્યો, તે શત્રુ અદોમીના રાજવંશનો હદાદ હતો.
15 જ્યારે દાઉદ અદોમમાં હતો, ત્યારે તેના સેનાપતિ યોઆબે ત્યાં બધા શબોને દફનાવી દીધા અને ત્યારે અદોમના દરેક જીવતા પુરુષને માંરી નાખ્યાં.
16 અદોમના એક-એક પુરુષની હત્યા પૂર્રી થઈ ત્યાં સુધી, એટલે કે છ મહિના સુધી યોઆબ આખી ઇસ્રાએલી સેના સાથે ત્યાં જ રહ્યો હતો.
17 પણ હદાદ, જે તે વખતે બાળક હતો, તે તેના પિતાનાં કેટલાક નોકરોની સાથે મિસર ભાગી ગયો.
18 તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.
19 ફારુનને હદાદ ખૂબ પસંદ પડયો, અને તેણે રાણી તાહપનેસની બહેન હદાદને પરણાવી.
20 તાહપનેસની બહેનને એનાથી ગનુબાથ નામે એક પુત્ર થયો, અને તેને તાહપનેસે રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો, તે ફારુનનાં બાળકો સાથે જ રહેતો.
21 જયારે હદાદને મિસરમાં સમાંચાર મળ્યા કે દાઉદ ચિરનિંદ્રામાં પોઢી ગયો છે, અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને માંરા પોતાના દેશમાં પાછો જવા દો.”
22 પરંતુ ફારુને કહ્યું, “તને અહીં કોઇ વસ્તુની ખોટ છે કે તું તારે દેશ પાછો જવા માંગે છે?” હદાદે કહ્યું, “ના, પણ મહેરબાની કરીને મને જવા દો.”
23 યહોવાએ સુલેમાંન સામે એક બીજો શત્રુ ઊભો કર્યો; તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેનો માંલિક સોબાહના રાજા હદાદએઝેરને છોડીને ભાગી છૂટયો હતો.
24 એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને માંણસોની ટોળી ભેગી કરીને પોતે તેનો નાયક બની ગયો, ત્યાંથી તેઓ દમસ્ક ગયા અને ત્યાં સ્થાયી થઇ ગયા, અને રેઝોન તેમનો રાજા બની ગયો.
25 સુલેમાંન જીવ્યો ત્યાં સુધી રઝોન તે ઇસ્રાએલનો દુશ્મન રહ્યો. તેણે હાદાદ અને ઇસ્રાએલ માંટે મુશ્કેલીઓ ઉભી કરી.
26 બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી.
27 યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું.
28 હવે આ યરોબઆમ ઘણો સક્ષમ માંણસ હતો. સુલેમાંને જોયું કે યુવાન માંણસ તેનું કામ કેટલી સુંદર રીતે કરતો હતો, અને તેને યૂસફના વંશના વેઠ મજૂરોનો મુકાદમ બનાવી દીધો.
29 એક દિવસ યરોબઆમ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો ઝભ્ભો પહેર્યો હતો; એ બંને ખુલ્લા વગડામાં તદૃન એકલા જ હતા.
30 અહિયાએ પોતે જે નવો ઝભ્ભો પહેર્યો હતો, તે લઈ તેને ફાડીને બાર ભાગ કરી નાખ્યા.
31 પછી અહિયાએ યરોબઆમને કહ્યું કે, “આમાંના દશ ટુકડા લે, કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે, ‘હું સુલેમાંનના હાથમાંથી રાજ્ય આંચકી લઈશ અને દશ ટોળીઓ હું તને આપીશ.
32 પણ માંરા સેવક દાઉદને કારણેે હું સુલેમાંન અને તેના કુટુંબને રાજ્ય કરવા માંટે એક જાતિ અને યરૂશાલેમ આપીશ જે નગર મેં ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી પસંદ કર્યુ હતું.
33 કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી.
34 આમ હોવા છતાં પણ માંરા પસંદ કરેલા સેવક દાઉદે માંરા હૂકમોનું પાલન કર્યુ હતું તેને લીધે, હમણાં હું તેની પાસેથી આખું રાજય આંચકી લઈશ નહિ, અને તેના બાકીના જીવનકાળ દરમ્યાન તે રાજ્ય કરવાનું ચાલુ રાખશે.
35 પરંતુ હું એના પુત્રના હાથમાંથી રાજય ખૂંચવી લઈશ અને તને દસ ટોળીઓ સુપ્રત કરીશ.
36 તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે.
37 તને હું ઇસ્રાએલનો રાજા બનાવીશ, અને તું ઇચ્છે તેટલા પ્રદેશમાં રાજ્ય કરીશ.
38 જો તું માંરી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને માંરા સેવક દાઉદની જેમ મને જે યોગ્ય લાગતું હોય તેનું આચરણ કરીશ, તથા માંરા બધા હુકમ અને નિયમોનું પાલન કરીશ, માંરે માંગેર્ ચાલીશ અને હું જેમ ઇચ્છું છુઁ તેમ રહીશ તો હું તારી બાજુએ રહીશ, તને ઇસ્રાએલ આપીશ અને દાઉદના વંશની જેમ તારા વંશનું પણ નામ રાખીશ.
39 સુલેમાંનનાં પાપ માંટે દાઉદના કુટુંબને સજા કરીશ, પણ સજા કાયમ માંટે નહિ હોય.”
40 આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.
41 સુલેમાંનના રાજયના બીજા બધા બનાવો અને તેમનાં કાર્યો, તેમજ તેની બધી જ્ઞાનવાર્તા સુલેમાંનના વૃત્તાંતના ગ્રંથમાં નોંધેલા છે.
42 સુલેમાંને યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજ્ય કર્યુ હતું.
43 ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.