માથ્થી

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 1

આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.
2 ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
3 યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો.(તેઓની મા તામાર હતી.)પેરેસ હેસ્રોનનો પિતા હતો.હેસ્રોન આરામનો પિતા હતો.
4 આરામ અમિનાદાબનો પિતા હતો.અમિનાદાબ નાહશોનનો પિતા હતો.નાહશોન સલ્મોનનો પિતા હતો.
5 સલ્મોન બોઆઝનો પિતા હતો.(બોઆઝની માતા રાહાબ હતી.)બોઆઝ ઓબેદનો પિતા હતો.(ઓબેદની માતા રૂથ હતી.)ઓબેદ યશાઈનો પિતા હતો.
6 યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.દાઉદ સુલેમાનનો પિતા હતો.(સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)
7 સુલેમાન રહાબામનો પિતા હતો.રહાબામ અબિયાનો પિતા હતો.અબિયા આસાનો પિતા હતો.
8 આસા યહોશાફાટનો પિતા હતો.યહોશાફાટ યોરામનો પિતા હતો.યોરામ ઉઝિયાનો પિતા હતો.
9 ઉઝિયા યોથામનો પિતા હતો.યોથામ આહાઝનો પિતા હતો.આહાઝ હિઝકિયાનો પિતા હતો.
10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો.મનાશ્શા આમોનનો પિતા હતો.આમોન યોશિયાનો પિતા હતો.
11 યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો.(યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)
12 બાબિલમાં તેઓને લઈ ગયા પછી:યખોન્યા શલથિયેલનો પિતા હતો.શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.
13 ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો.અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો.એલ્યાકીમ અઝોરનો પિતા હતો.
14 અઝોર સાદોકનો પિતા હતો.સાદોક આખીમનો પિતા હતો.આખીમ અલિહૂદનો પિતા હતો.
15 અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો.એલ્યાઝર મથ્થાનનો પિતા હતો.મથ્થાન યાકૂબનો પિતા હતો.
16 યાકૂબ યૂસફનો પિતા હતો.યૂસફ મરિયમનો પતિ હતો.અને મરિયમ ઈસુની મા હતી.ઈસુ ખ્રિસ્તતરીકે ઓળખાવા લાગ્યો.
17 આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ.
18 ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે.
19 મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરાતું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથીછે.
21 તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુપાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય.
23 જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)
24 જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો.
25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.