યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66


પ્રકરણ 15

મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.
2 દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;
3 બધા જ શોકની કંથા પહેરીને રસ્તા પર ફરે છે. અને છાપરે ચડીને ચોરેચૌટે આક્રંદ અને રોકકળ કરે છે, અને પોક મૂકીને આંસુ સારે છે.
4 વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
5 મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે! ત્યાંના લોકો સોઆર અને એગ્લાથ-શલીશિયા ભાગી ગયા છે. તેઓ રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચઢે છે, હોરોનાયિમને રસ્તે તેઓ હૈયાફાટ રૂદન કરે છે.
6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઇ ગયું છે. તૃણ સમાપ્ત થઇ ગયું છે. લીલોતરીનું નામોનિશાન નથી.
7 આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે તે લઇને વેલવાળી ખીણની સામે પાર ચાલ્યા જાય છે.
8 કારણ કે સીમની આસપાસ રૂદનનો અવાજ પહોંચી ગયો છે; તેના આક્રંદના પડઘા એગ્લાઇમ અને બએર-એલીમ સુધી સંભળાય છે.
9 દીમોનમાં પાણી લોહી લોહી થઇ ગયા છે, તેમ છતાં દેવ દીમોનને માથે હજી મોટી આફત ઉતારશે; મોઆબના જે થોડા લોકો બચી ગયા છે તેમના પર એક સિંહ ત્રાટકશે.