યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66


પ્રકરણ 25

હે યહોવા, તમે મારા દેવ છો, હું તમારા ગુણગાન ગાઇશ અને તમારા નામની સ્તુતિ કરીશ, તમે અદભૂત કાર્યો કર્યા છે; તમે લાંબા સમય પહેલાં ઘડેલી યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.
2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો. તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે. તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે. તેઓ તે ફરીથી બાંધશે નહિ.
3 તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે; ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
4 પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો, મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો, વાવાઝોડા સામે રક્ષણ છો, તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
5 તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં વાતી લૂ જેવા હતા, પરંતુ તમે ક્રૂર વિદેશીઓનો વિજય ઉન્માદ દબાવી દીધો છે જેવી રીતે વાદળની છાયા ગરમીને ઓછી કરી નાખે છે તેમ.
6 સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.
7 આ સિયોન પર્વત પર, યહોવા સમગ્ર પ્રજાઓના શોકનાં વાદળોને દૂર કરશે અને તેમની પર ફેલાયેલા દુ:ખના કફનને દૂર કરશે;
8 તે સદાને માટે મૃત્યુને મિટાવી દેશે. યહોવા મારા માલિક બધાનાં આંસૂ લૂછી નાખશે, અને સમગ્ર પૃથ્વી પર પોતાના લોકો તરફથી મળતી અપકીતિર્ દૂર કરશે. આ યહોવાના શબ્દો છે.
9 તે દિવસે સૌ લોકો એમ કહેશે, “એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા, તે આપણો દેવ આ છે, આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે; માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”
10 યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે પરંતુ જેમ તણખલાને પગ નીચે કચડીને કચરાના ઢગલા પર ફેંકી દેવામાં આવે છે, તેમ ફેંકી દેશે. અને મોઆબને પગ નીચે કચડી નાખવામાં આવશે.
11 જેમ કોઇ તરનારો તરવા માટે પોતાના હાથથી પાણીને પાછું ધકેલે છે, તેમ દેવ તેઓને પાછા હઠાવશે, તે તેઓના ઘમંડનો અને સર્વ દુષ્ટ કાર્યોનો અંત લાવશે.
12 યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે. ભોંયભેગી કરી દેશે, ને ધૂળમાં મેળવી દેશે.