તાકાત


 • - વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ.
  નિર્ગમન 23:25
 • - “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.
  2 રાજઓ 20:5
 • - આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
  1 કાળવ્રત્તાંત 11:9
 • - હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
  ગીતશાસ્ત્ર 21:1
 • - હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
  ગીતશાસ્ત્ર 21:4
 • - કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો. અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
  ગીતશાસ્ત્ર 21:6
 • - યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
  ગીતશાસ્ત્ર 34:20
 • - હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું. હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
  ગીતશાસ્ત્ર 71:17, 18
 • - તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
  ગીતશાસ્ત્ર 112:7
 • - અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
  ગીતશાસ્ત્ર 144:12
 • - પછી તું તારા માગેર્ સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ.
  નીતિવચનો 3:23
 • - મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે.
  3 યોહાન 1:2
 • - કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’
  પુનર્નિયમ 20:4
 • - વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે.
  1 કાળવ્રત્તાંત 28:20
 • - તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.
  2 કાળવ્રત્તાંત 32:8
 • - નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે. તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
  ગીતશાસ્ત્ર 8:2
 • - તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ. દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે. .. તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
  ગીતશાસ્ત્ર 18:29, 30, 32
 • - કોઇ રાષ્ટો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે, બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે. પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
  ગીતશાસ્ત્ર 20:7
 • - હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે, અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ. તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ; તેઓ જરૂર આવશે અને તને બચાવશે; બળવાન થા અને હિંમત રાખ; હા, તું યહોવાની રાહ જોજે, તેઓ તને સહાય કરશે.
  ગીતશાસ્ત્ર 27:13, 14
 • - યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે. મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે. મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે, તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ. 8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે. યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
  ગીતશાસ્ત્ર 28:7, 8
 • - યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે. સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
  ગીતશાસ્ત્ર 37:39
 • - મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
  ગીતશાસ્ત્ર 73:26
 • - જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માગોર્ માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે. .. તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
  ગીતશાસ્ત્ર 84:5, 7
 • - પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે; તે જ મારું તારણ થયા છે.
  ગીતશાસ્ત્ર 118:14
 • - ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
  ગીતશાસ્ત્ર 119:28
 • - પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો, મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો, વાવાઝોડા સામે રક્ષણ છો, તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
  યશાયા 25:4
 • - તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર અને નિર્બળને બળ આપે છે.
  યશાયા 40:29
 • તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
  યશાયા 41:10
 • - ઈસુએ તેમને જોઈને કહ્યું, “લોકોને માટે આ અશક્ય છે. ફક્ત દેવને માટે બધું જ શક્ય છે.”
  માથ્થી 19:26
 • - તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
  રોમનોને પત્ર 8:31
 • - હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે.
  2 કરિંથીઓને 3:5
 • - દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ
  2 કરિંથીઓને 10:4
 • - પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે. તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.
  2 કરિંથીઓને 12:9, 10
 • - તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે.
  એફેસીઓને પત્ર 3:16
 • - મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.
  એફેસીઓને પત્ર 6:10
 • - ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
  ફિલિપ્પીઓને પત્ર 4:13
 • - મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.
  1યોહાન 4:4
 • - મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.
  યહોશુઆ 1:9
 • - એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે: “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ અને બળતણના લાકડાની જેમ આ લોકોને હું ભસ્મ કરીશ.”
  ચર્મિયા 5:14
 • - યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.
  ઝખાર્યા 10:12
 • - તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.
  માથ્થી 10:20
 • - પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
  પ્રેરિતોનાં ક્રત્યો 1:8
 • - યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
  પ્રેરિતોનાં ક્રત્યો 4:13
 • - જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે.
  1 કરિંથીઓને 1:18
 • - મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું. મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે.
  1 કરિંથીઓને 2:4, 5