ગર્ભપાત


 • “તારે હત્યા કરવી નહિ, .
  પુનર્નિયમ 5:17
 • તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
  ગીતશાસ્ત્ર 139:16
 • આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં.
  ઊત્પત્તિ 1:27
 • બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
  ગીતશાસ્ત્ર 127:3
 • કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે. ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે! જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇનેમારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
  ગીતશાસ્ત્ર 139:13-15
 • કારણકે જે દેવે મને સજ્ર્યો છે તેણે જ મારાં નોકરચાકરોને ર્સજ્યા છે અ મને માતાઓના ગર્ભની અંદર દેવે અ મને સૌને આકાર આપ્યા છે.
  અયૂબ 31:15
 • “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”
  ચર્મિયા 1:5