નીડરતા


  • હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ, અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
    ગીતશાસ્ત્ર 119:46
  • વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
    નીતિવચનો 29:25
  • હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા! તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર! હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો, તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ, યહૂદીયાના નગરોને કહો, “આ તમારા દેવ છે!”
    યશાયા 40:9
  • યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.
    યશાયા 50:4
  • પરંતુ યહોવાએ કહ્યું, “‘હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવંુ પડશે.
    ચર્મિયા 1:7
  • હું તને કાળમીઠ પથ્થર જેવો, અરે! વજ્ર જેવો કઠણ બનાવીશ. માટે તું એ બંડખોરોથી બીશ નહિ, ગભરાઇશ નહિ.”
    યર્મિયાનો વિલાપ 3:9
  • “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે.
    માથ્થી 5:14, 15
  • તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
    માથ્થી 5:16
  • જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથેઆવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.’
    માર્ક 8:38
  • પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
    પ્રેરિતોનાં ક્રત્યો 1:8
  • યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
    પ્રેરિતોનાં ક્રત્યો 4:13
  • પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.
    પ્રેરિતોનાં ક્રત્યો 5:29
  • આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને.
    રોમનોને પત્ર 1:16
  • અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું. 20 મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું.
    એફેસીઓને પત્ર 6:19, 20
  • ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
    1 થેસ્સલોનિકીઓને 2:4
  • તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
    2 તિમોથીને 1:8
  • આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.
    તિતસનં પત્ર તિતસનં પત્ર 2:15
  • તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
    1 પિતરનો પત્ર 2:12